સામાન્ય

છેલ્લા ઘણા સમય થી કઈ લખવું હતું પણ અહી આઈ.આઈ.ટી. માં આવ્યા પછી કાઈ સમય નથી મળતો …ઘણો વ્યસ્ત રહું છું .જાણે કે પૂરી એક અલગ દુનિયા જ છે અહિયા …ખડગપુર નું કેમ્પસ આખા ભારત માં સૌથી મોટું છે અને આશરે ૨૧૦૦ એકર માં ફેલાયેલું છે .ખડગપુર થી આશરે ૭ કિલોમીટર દુર છે અને દરેક જાત ની સગવડતા છે જીમ ,સ્વીમીંગપુલ  અને તે પણ ઘણા નજીવા ખર્ચ માં ..

આજ ની નક્કી કરું છું દરરોજ એક આઈ.ઈ.ટી. નો ફોટો બ્લોગ માં મુકીશ જેથી બીજા બધા પણ તેને માણી સકે …

538286_496033377125533_1491205338_n

7246_543876955674508_981592509_n

1005043_543358762392994_1944448443_n

999412_568588806536656_1980032165_n

 

અસાઈડ

કુતરા ને ના કહેવું પડે કે તું કુતરો બન ,બિલાડી ને ના કહેવું પડે કે તું બિલાડી બન પણ માણસ ને કહેવું પડે કે  ભાઈ તું માણસ બન …!!!

હવે ચાલ્યો IIT ખડગપુર તરફ …

સામાન્ય

“દેખ પ્રિતેશ,જીવન માં જે કરે તે પણ એક ધ્યેય રાખજે .તારા પપ્પા નું જ ઉદાહરણ લઇ લે ,તેમને ITI માં MACHINIST થવું હતું તો તે થઇ ગયા અને અત્યારે કેવી પોતાની ફેક્ટરી બનાવી છે .તું પણ તારા માટે એક ધ્યેય બનાવી દે અને લાગી જા તેની પાછળ.”

આ શબ્દો હતા મારા દાદા ના મોદી પુરુષોત્તમદાસ .નાનપણમાં તમને મને આજ વાત અનેક વાર શીખવી હતી એટલે જ કદાચ આજે પણ ઘણી વાર હું કોઈ વસ્તુ કે વાત પકડી લઉં તો છોડી સકતો નથી .

છેલ્લાં ઘણા સમય થી ઉદાસ હતો કારણ કે છેલ્લો એક વર્ષ મેં M.Tech. માં પ્રવેશ મેળવવા માટે ડ્રોપ લીધો હતો .GATE ની પરીક્ષા આપી અને તેમાં ૧૨૦ નંબર આવ્યો આખા ભારત માં પણ એડમિશન નહતું મળતું.છેલ્લા ૫ વર્ષ થી એક જ સપનું જોયું હતું કે IIT માંથી M.Tech કરવું છે પણ છેલ્લા ઘણા દિવસ થી લાગતું હતું કે તે કદાચ સપનું જ રહી જશે અને NIT માં M.Tech. કરી ને જ મન મનાવવું પડશે .પછી ૨૩-૬ -૨૦૧૩ NIT ભોપાલ માં એડમિશન થયું અને ૨-૭-૨૦૧૩ NIT સુરત માં એડમિશન થઇ ગયું અને ગઈ કાલે મારું સપનું પણ પૂરું થઇ ગયું ….મને IIT kharagpur માં M.Tech. in Aerospace માં એડમિશન થઇ ગયું ….સાચે જ ભગવાન ના ઘરે દેર છે પણ અંધેર નથી .છેલ્લાં ૬ વર્ષ જે ચેન્નાઈ માં રહી ને જે મહેનત કરી તે રંગ લાવી ..

હવે પછી ના જેટલા પણ લેખ આવશે તે મોટે ભાગે આઈ.આઈ.ટી.ની લાઈફ વિષે હશે

સામાન્ય

1013702_539458529450626_1667755925_nइंगलैण्ड की राजधानी लंदन में यात्रा के दौरान एक शाम महाराजा जयसिंह सादे कपड़ों में बॉन्ड स्ट्रीट में घूमने के लिए निकले और वहां उन्होने रोल्स रॉयस कम्पनी का भव्य शो रूम देखा और मोटर कार का भाव जानने के लिए अंदर चले गए। शॉ रूम के अंग्रेज मैनेजर ने उन्हें “कंगाल भारत” का सामान्य नागरिक समझ कर वापस भेज दिया। शोरूम के सेल्समैन ने भी उन्हें बहुत अपमानित किया, बस उन्हें “गेट आऊट” कहने के अलावा अपमान करने में कोई कोर कसर नहीं छोड़ी।अपमानित महाराजा जयसिंह वापस होटल पर आए और रोल्स रॉयस के उसी शोरूम पर फोन लगवाया और संदेशा कहलवाया कि अलवर के महाराजा कुछ मोटर कार खरीदने चाहते हैं।

कुछ देर बाद जब महाराजा रजवाड़ी पोशाक में और अपने पूरे दबदबे के साथ शोरूम पर पहुंचे तब तक शोरूम में उनके स्वागत में “रेड कार्पेट” बिछ चुका था। वही अंग्रेज मैनेजर और सेल्समेन्स उनके सामने नतमस्तक खड़े थे। महाराजा ने उस समय शोरूम में पड़ी सभी छ: कारों को खरीदकर, कारों की कीमत के साथ उन्हें भारत पहुँचाने के खर्च का भुगतान कर दिया।
भारत पहुँच कर महाराजा जयसिंह ने सभी छ: कारों को अलवर नगरपालिका को दे दी और आदेश दिया कि हर कार का उपयोग (उस समय के दौरान 8320 वर्ग कि.मी) अलवर राज्य में कचरा उठाने के लिए किया जाए।

विश्‍व की अव्वल नंबर मानी जाने वाली सुपर क्लास रोल्स रॉयस कार नगरपालिका के लिए कचरागाड़ी के रूप में उपयोग लिए जाने के समाचार पूरी दुनिया में फैल गया और रोल्स रॉयस की इज्जत तार-तार हुई। युरोप-अमरीका में कोई अमीर व्यक्‍ति अगर ये कहता “मेरे पास रोल्स रॉयस कार” है तो सामने वाला पूछता “कौनसी?” वही जो भारत में कचरा उठाने के काम आती है! वही?

बदनामी के कारण और कारों की बिक्री में एकदम कमी आने से रोल्स रॉयस कम्पनी के मालिकों को बहुत नुकसान होने लगा। महाराज जयसिंह को उन्होने क्षमा मांगते हुए टेलिग्राम भेजे और अनुरोध किया कि रोल्स रॉयस कारों से कचरा उठवाना बन्द करवावें। माफी पत्र लिखने के साथ ही छ: और मोटर कार बिना मूल्य देने के लिए भी तैयार हो गए।

महाराजा जयसिंह जी को जब पक्‍का विश्‍वास हो गया कि अंग्रेजों को वाजिब बोधपाठ मिल गया है तो महाराजा ने उन कारों से कचरा उठवाना बन्द करवाया.

source : http://www.facebook.com/TakshashilaUniversity

નાનકડી ટેણી નો પ્રેમપત્ર

સામાન્ય

હાક છીક સોરી પ્રીયે પ્રેમપત્ર ની શરૂઆત કેવીરીતે કરવી એ વિચારતો નાકમા પેનસીલ નાખી એમા છીંક આવી ગૈઇ. અને હા આ પ્રીયે શબ્દ મારો નથી કોક ને બોલતા 942335_521204724599592_448098766_nસાભળ્યુ હતુ ત્યાથી ઉઠાયુ છે કાલે ટીચરે મને બેનચીસ પર ઉભો રાખ્યો હતો ત્યારે તુ મારી સામે જોઇને હસી હતી ત્યારથી જ મને લાગ્યુ કે તને પણ મારી જોડે પ્રેમ છે પરીક્ષામા આપડો નંબર આગળ પાછળ આવે છે તો ય તુ મને કશુ ચોરી કરવા દેતી નથી એટલે વિચાર્યુ કે તારુ દીલ ચોરી લઉ પરીક્ષા મા થોડી ઘણી મદદ મળશે.

તારી પાછળની પાટલી વાળી છોકરી તારી માથાની કાળી રીબીન માં પોતાની પેન્સીલ ની અણી ઘસે છે ત્યારે મને બહુ ગુસ્સો આવે છે એનુ ઘર મારી સોસાયટીમા જ છે હુ પણ એના ઘરનો બેલ વગાડીને ભાગી જવુ છુ અને તારો બદલો પુરો કરુ છુ.

તુ બહુ ગોરી દેખાતી નથી ડોરેમોન સીરીયલ ની વચ્ચે જાહેરાતમા ફેર એન્ડ લવલી ની જાહેરાત આવે છે એ ક્રીમ તુ લગાય ગોરી થૈઇ જઇશ મારી મમ્મી ને ગોરી છોકરીઓ ગમે છે અને હા મમ્મી પરથી યાદ આયુ તુ તારા કંપાસ મા છોલેલી પેન્સીલ નો કચરો ભેગો કરે છે એવુ ના કરીશ કારણકે મારી મમ્મી ને કોઇ કચરો ભેગો કરે એ જરાય નથી ગમતુ કાલ ઉઠીને સાસુ વહુમા પ્રોબ્લેમ ના થાય એ હેતુ થી આજે જ કંપાસ માથી કચરો ફેકી દેજે

અને જો તુ મને પ્રેમ ના કરતી હોય તો આ લેટર ફાડી ને કચરો પાડીશ નહી મને પણ કોઇ કચરો પાડે એ પસંદ નથી આ પત્ર મને પાછો આપી દેજે બહુ મેહનત કરી છે લખવામા હુ એને ફેસબુક સ્ટેટસ તરીકે મુકી દૈઇશ એકાદ બે ટેણી તો પટી જ જશે અને જો તુ સર ને મારી કમ્પ્લેન કરીશ તો હુ પણ કૈઇ દૈઇશ કે તુ ચાલુ કલાસે પોતાના ડબ્બામાથી નાસ્તો ખાય છે.

=======

તારા વગરતો કવિતામા પણ બેસતો નથી પ્રાસ,
હવે લખવાનુ બંધ કરવુ પડશે ચાલુ થાય છે ક્લાસ,

auther : untracable…

 

સામાન્ય

હું એરોનોટીકલ એન્જીનીર છું સાદી ભાષા માં કહું તો વિમાન નો એન્જીનીર છું.આજે હું તમેન અહી સમજાવીશ કે વિમાન કેવી રીતે ઉડે છે …

images

 

વિમાન જયારે ઉડતું હોય ત્યારે તેની પર ચાર જાત નાં મુખ્ય બળ લાગે છે ..

  1. Thrus : આ બળ એ વિમાન જે દિશા માં જતું હોય તે દિશા માં લાગે છે .આ બળ નાં કારણે વિમાન આગળ વધે છે જે વિમાન નાં એન્જિન નાં કારણે લાગે છે .
  2. Drag   :ધારો કે તમે તમારી બાઈક પર ૫૦ km/hr ની ઝડપે જાઓ છો ત્યારે તમને તમારા શરીર પર હવા નો ધક્કો લાગશે .આ ધક્કો એજ drag .જયારે વિમાન આગળ વધે છે ત્યારે તેની વિરુદ્ધ દિશા માં જે બળ લાગે છે તેને drag કહે છે .
  3. weight : પદાર્થ પર લગતા ગુરુત્વાકર્ષણ બળ ને વજન કહે છે .જયારે વિમાન ઉડતું હોય છે ત્યારે તેનું વજન પૃથ્વી નાં સેન્ટર તરફ લાગે છે .
  4. Lift :આ બળ વજન ની વિરુદ્ધ દિશા માં લાગે છે .જે મુખ્યત્વે વિમાન ની પાંખો ધ્વારા પ્રાપ્ત થાય છે .

વિમાન ને હવા માં રહેવા માટે આ ચારે બળો નું સંતુલન માં રહેવું જરૂરી છે .જો વજન લીફ્ટ કરતા વધારે હોય તો વિમાન જમીન નાં સેન્ટર તરફ એટલે કે નીચે જશે .જો લીફ્ટ  વેઈટ કરતા વધારે હોય તો વિમાન જમીન નાં સેન્ટર કરતા દુર જાય છે .

જયારે thrust અને  drag સમાન હોય તો વિમાન કોઈ પણ જાત નાં acceleration વગર તેની નિર્ધારિત ઝડપ થી આગળ જશે .જો   thrust  drag કરતા વધારે હોય તો વિમાન ની ઝડપ વધશે .જો  thrust  drag કરતા ઓછો હોય તો વિમાન ની ઝડપ ધીમે ધીમે ઘટશે …

 

પાયા ની જરૂરિયાત …!!!

સામાન્ય

આપણો દેશ એ અત્યારે વિશ્વ નો સૌથી દેશ છે .જે દેશ યુવાન હોય તે ધારે તે સિધ્ધી મેળવી શકે છે કારણ કે યુથ એ ઘણી મોટી શક્તિ છે ,જો તેને બરાબર માર્ગે વાળવામાં આવે તો …!!!
હાલ નાં આપના યુવાન મિત્રો માં જેવો ઉત્સાહ હોવો જોઈએ ,જેવો ઉમંગ હોવો જોઈએ તે દેખાતો નથી …ઘણા બધા મિત્રો ને પોતાને જીવન માં શું મેળવવું છે તે પાયા ના લક્ષ્ય થી જ અજાણ છે …!!! જે કોઈ પણ પરિવાર ,રાજ્ય અને દેશ ના ઉજ્જવળ ભવિષ્ય માટે ઘણું ખરાબ છે .
શા માટે આમ છે …?
આજ નો સામાન્ય યુવાન ઘણી રીતે મુન્જાયેલો છે .જો તેના પાયા ના મુદ્દાઓ શોધીએ તો મુખ્ય બે છે .જે નીચે પ્રમાણે છે .
૧ :વાલીઓની નિષ્કાળજી :
મોટાભાગે વાલીઓ તેના બાળક ની બધી ભૌતિક જરૂરીઆતો પૂરી કરે છે પણ તેટલી જાગરુકતા માનસિક જરૂરીઆતો માટે નથી .તેમના ભવિષ્ય ના વિકાસ માટે પોષ્ટિક વિચારો ઘણા મહત્વ ના છે .તેની દરેક માગણી સ્વીકારી ને વાલીઓ માને છે કે તે તેમની ફરજ અદા કરે છે પણ એટલી જ માગણી સ્વીકારો જેટલી જરૂરી હોય…તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે તેમને સારા પુસ્તકો ના વાંચન ની આદત પાડો અને તે માટે સૌથી સહેલો રસ્તો એ છે કે તમે પોતે પણ વાંચવા ની આદત પાડો …એ તમને જરૂર અનુસરશે …
૨ : સારા શિક્ષકો નો અભાવ :
પરિવાર ,રાજ્ય કે દેશ ન ભવિષ્ય ના ઘડવૈયા શિક્ષકો છે પણ સામાન્ય રીતે એવું જોવા મળે છે કે જેને કોઈ નોકરી ના મળે તે શિક્ષક બની જાય છે …આપણે અહિયા શિક્ષકો માટે તેટલા મોટા ધારા ધોરણ નથી …ખાનગી શાળા માં સામાન્ય પગાર ધોરણ ઘણું નીચું હોય છે તેથી ત્યાં સારા શિક્ષક ક્યાંથી આવે …?
મારી માહિતી મુજબ ખાલી બંગાળ જ એક એવું રાજ્ય છે કે જ્યાં ૧૦ માં અને ૧૦ પછી બધા જ અભ્યાસક્રમ માં જો ૭૦+ ટકા હોય તો તે શિક્ષક બની સકે છે …

આના સિવાય પણ ઘણા પરિબળો છે જેની ચર્ચા પછી કરીશું …
તમારા અભિપ્રાય પણ આપશો ..